લોકસભાની ચૂંટણીના પડઘમ શાંત થાય તે પહેલા સાંજે 4:00 કલાકે રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદ : 21-04-2019
લોકસભાની ચૂંટણીના પડઘમ શાંત થાય તે પહેલા સાંજે 4:00 કલાકે રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડા અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સંગઠન પ્રભારી શ્રી રાજીવ સાતવજીએ જણાવ્યું હતું કે લોકસભાની ગુજરાતમાં ૨૬ બેઠકોના પ્રચાર-પ્રસારમાં કોંગ્રેસ પક્ષના સંગઠનના પદાધિકારીઓ, આગેવાનો, કાર્યકર્તાઓએ અને નિષ્ઠાપૂર્વક પ્રચાર-પ્રસારમાં જોડાયા હતા. પ્રચાર-પ્રસાર, જનસભામાં ગુજરાતના નાગરિકોએ કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને વ્યાપક જનસમર્થન જન આશીર્વાદ આપ્યા હતા. કોંગ્રેસ પક્ષનો પ્રચાર પ્રસાર મુદ્દા આધારિત અને જ્યારે સામાપક્ષે મુદ્દાવિહીન અહંકારની ભાષા સાથે નકારાત્મક પ્રચાર કરવામાં આવ્યો હતો
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો