“લોકતંત્ર બચાવો કૂચ” દિલ્હી ખાતે – ઉત્કંઠેશ્વર મહાદેવ, કપડવંજ ખાતેથી ‘લોક દરબાર’ : 03-05-2016
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના નેતૃત્વ હેઠળ “લોકતંત્ર બચાવો કૂચ” નું તા. ૬ઠ્ઠી મે, ૨૦૧૬ ને શુક્રવાર સવારે ૯-૩૦ કલાકે, જંતરમંતરથી શરૂ થઈને સંસદ ભવન, નવી દિલ્હી સુધી આયોજન કરવામાં આવેલ છે. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના નેતૃત્વમાં પ્રદેશ પદાધિકારીઓ, આગેવાનો, ધારાસભ્યશ્રીઓ, પૂર્વ સાંસદશ્રીઓ, શહેર-જિલ્લાના પદાધિકારીઓ, જિલ્લા-તાલુકા પંચાયતના પ્રમુખશ્રી- નેતાશ્રીઓ, યુવક કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, સેવાદળ અને એન.એસ.યુ.આઈ. ના કાર્યકરો “લોકતંત્ર બચાવો કૂચ”માં મોટી સંખ્યામાં જોડાશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો