લુણાવાડા નગરપાલિકા અને વિજાપુર નગરપાલિકા કોંગ્રેસ પક્ષના ઉમેદવારોનો ભવ્ય : 25-08-2015
રાજ્યમાં મહિસાગર જીલ્લાની લુણાવાડા નગરપાલિકા અને મહેસાણા જીલ્લાની વિજાપુર નગરપાલિકા કોંગ્રેસ પક્ષના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. લુણાવાડા અને વિજાપુર નગરપાલિકામાં નવા ચૂંટાયેલા પ્રમુખ-ઉપપ્રમુખને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાએ અભિનંદન આપતા જણાવ્યું હતું કે, નગરપાલિકા સાચા અર્થમાં નાગરિકોનું સુવિધા કેન્દ્ર બને અને શહેરમાં ટેક્ષ ભરતા નાગરિકોને પાયાની સુવિધા મળે તે દિશામાં કામ કરશો તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો