લાંબા સમયથી મણિપુરનો મુદ્દો ચાલી રહ્યો છે, ત્યારે હવે પીએમ મોદી જઈ રહ્યાં છે: રાહુલ ગાંધી
જૂનાગઢ: લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મણિપુરની આગામી મુલાકાતનું સ્વાગત કર્યું. જૂનાગઢમાં ચાલી રહેલી ગુજરાત કોંગ્રેસની કાર્યશિબિર માટે આવેલા રાહુલ ગાંધીએ મણિપુરમાં અશાંતિ ઘણા સમયથી ચાલી રહી છે. હવે તેઓ ત્યાં જઈ રહ્યા છે તે સારી વાત છે”
“મત ચોરી”ના મુદ્દાને દોહરાવતા, ગાંધીએ ફરી એકવાર આરોપ લગાવ્યો કે હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં જનાદેશ “ચોરાઈ” ગયા હતા. પરંતુ દેશમાં મુખ્ય મુદ્દો ‘મત ચોરી’નો છે. દરેક જગ્યાએ લોકો ‘મત ચોર’નું સુત્ર ગુંજી રહ્યું છે,
Read More