રૂણી ગામ તથા બનાસકાંઠા રાહત સમિતિની બેઠક : 03-08-2017
આજ રોજ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી અને વરિષ્ઠ આગેવાનોએ ડીસા, જૈન દેરાસર ખાતે સમગ્ર ગુજરાતના કોંગ્રેસ જનોએ મોકલાવેલ રાહત સામગ્રીનું સુનિયોજિત વિતરણ થાય તે માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ રાહત સમિતિની અગત્યની બેઠક ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લાના આગેવાનો હાજર રહ્યા હતા. પુરની સાચી પરિસ્થિતિની ભાળ મેળવી હજુ ક્યાં ક્યાં ગામમાં ખાસ જરૂર છે તેની નોંધ લઈ ને જરૂરી સૂચનો કર્યા હતા. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાંથી લોકો પાસે થી એકઠી કરેલી સામગ્રીનું વિતરણ સુયોજિત રીતે થાય તેની ચોકસાઈ કરવામાં આવી હતી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો