રિવરફ્રન્ટ-BRTS પ્રોજેક્ટમાં વ્યાપક ભ્રષ્ટાચાર : કોંગ્રેસ
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય સભા કહો કે, મ્યુનિ. બોર્ડની બેઠકમાં લોકસભા અને વિધાનસભાની જેમ સંસદીય પ્રણાલી કાયદેસર રીતે અપનાવાયેલી છે. જેમાં બોર્ડની બેઠકના ઝીરો અવર્સમાં પ્રશ્નોત્તરી કાળનો વધુમાં વધુ એક કલાક અથવા અડધો કલાક નિશ્ચિત કરવામાં આવ્યો છે. પરંતુ આ નિયમનો સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા અમલ કરવામાં આવતો નથી એટલું જ નહીં કોર્પોરેટરોએ પૂછેલા લેખિત પ્રશ્નોનો પણ મહિનાઓ નહીં વર્ષો સુધી ઉત્તર વાળવામાં આવતો નથી. મ્યુનિ. બોર્ડના ૧૯૨ કોર્પોરેટરો પૈકી કોંગ્રેસ પક્ષના ૫૧ કોર્પોરેટરોમાંથી ૪૫ જેટલા કોર્પોરેટરોએ છેક ૨૦૧૧માં પૂછેલા પ્રજાકીય સેવા અને મ્યુનિ.વહીવટીતંત્રને લગતા પ્રશ્નોના આજદિન સુધી મ્યુનિ.તંત્ર દ્વારા કોઈ ઉત્તર વાળવામાં આવ્યો જ નથી.
http://www.sandesh.com/article.aspx?newsid=3135387