રાષ્ટ્રિય પ્રતિભા શ્રીમતી મૃણાલીનીબેન સારાભાઈના નિધન અંગે ઘેરા શોકની લાગણી : 21-01-2016

આંતરરાષ્ટ્રિય ક્ષેત્રે કલામાં વિશેષ યોગદાન આપનાર, રાષ્ટ્રિય પ્રતિભા શ્રીમતી મૃણાલીનીબેન સારાભાઈના નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઉચ્ચઘરાના, ઉદ્યોગ ગૃહ, પરિવારમાંથી આવતા સ્વ. મૃણાલીનીબેન સારાભાઈ આજીવન કલા-નૃત્યની ઉપાસના કરીને ગુજરાતનું આગવું પ્રદાન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રિય કક્ષાએ સ્થાપિત કર્યું. સ્વ. મૃણાલીનીબેન સારાભાઈ કલા-નૃત્ય સાથે વિવિધ સામાજિક સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સક્રિય નાતો રાખ્યો હતો. તેમના નિધનથી ગુજરાતે કલાનૃત્ય અને સામાજિક નેતૃત્વ પ્રદાન કરતાં પ્રગતિશીલ મહિલા ગુમાવ્યા છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note