રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર શ્રીમતી મીરાકુમારની ગુજરાત મુલાકાત. : 30-06-2017
યુનાઈટેડ પ્રોગ્રેસીવ એલાયન્સ (યુપીએ) ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર શ્રીમતી મીરાકુમારે આજે સવારે ૯-૦૦ કલાકે, ઐતિહાસિક સ્થળ સાબરમતી આશ્રમ ખાતે પૂ. મહાત્મા ગાંધીને નમન-વંદન કરીને રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પ્રચારનો શુભારંભ કર્યો હતો. ત્યારબાદ રાજીવ ગાંધી ભવન ખાતે રાજીવજીની પ્રતિમાને પુષ્પાંજલી કરી હતી. સવારે ૧૦-૦૦ કલાકે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો, પદાધિકારીઓ અને ધારાસભ્યશ્રીઓ સાથે રાજીવ ગાંધી ભવન ખાતે બેઠક યોજી હતી. યુનાઈટેડ પ્રોગ્રેસીવ એલાયન્સ (યુપીએ) ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર શ્રીમતી મીરાકુમારે આજ રોજ પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતના પ્રજાજનોને પ્રણામ કરું છું અને શુભકામના પાઠવું છે. મારી હંમેશા શુભેચ્છા છે કે, ગુજરાત રાજ્ય પ્રગતિ કરતું રહે આ રાજ્યના પીડીતો, વંચિતો, ગરીબો, મહિલાઓ સહિત સર્વ સમૂદાય અને ધર્મના લોકો સુખી, સંપન્ન રહે તે માટે હ્રદયપૂર્વક પ્રાર્થના કરું છું.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો