રાજ્ય સરકાર ફિક્સ પગારના નામે શિક્ષિત યુવાન-યુવતીઓનું આર્થીક શોષણ કરે તે ઘણી જ ગંભીર બાબત : 12-08-2015
વિકલાંગોના શિક્ષણ કલ્યાણ ક્ષેત્રે કામ કરતી ૧૦૦ ટકા ગ્રાન્ટ મેળવતી ગ્રાન્ટેડ ૧૪ શૈક્ષણિક સંસ્થામાં ૧૦ થી ૧૫ વર્ષ જેટલા સમયથી ફિક્સ પગારમાં ફરજ બજાવતા ૭૫ કર્મચારીઓને પૂરો પગાર આપવામાં રાજ્યની ભાજપ સરકાર નિષ્ફળ છે. ત્યારે વિકલાંગોને શિક્ષણ આપીને સમાજમાં સન્માનરૂપ સ્થાન આપવા માટે કાર્યરત કર્મચારીઓનું શોષણ બંધ કરીને પૂરો પગાર આપવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યુ હતું કે, વિકલાંગોના શિક્ષણ માટે કામ કરતી ૧૪ શૈક્ષણિક સંસ્થામાં ૧૫-૧૫ વર્ષ જેટલો સમય થાય છતાં, રાજ્ય સરકાર ફિક્સ પગારના નામે શિક્ષિત યુવાન-યુવતીઓનું આર્થીક શોષણ કરે તે ઘણી જ ગંભીર બાબત છે. અખિલ ગુજરાત વિકલાંગ સંસ્થાના કર્મચારીઓ અને તેના પરિવારોએ વારંવાર સરકારમાં તમામ સ્થળે રજૂઆત કરી. નાગરિકો અને ખાસ કરીને કર્મચારીઓની રજુઆતોને ધ્યાને ન લેનાર ભાજપ સરકારે કર્મચારી વિરોધી માનસિકતા પ્રગટ કરી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો