રાજ્ય સરકારે નીટની પરીક્ષા માટે ચોક્કસ નીતિ ઘડવી જોઈએ : 04-05-2016
- રાજ્ય સરકારે નીટની પરીક્ષા માટે ચોક્કસ નીતિ ઘડવી જોઈએ – ડૉ. હિમાંશુ પટેલ
- શિક્ષણ વેપારીકરણ દ્વારા વિદ્યાર્થીઓનું અહિત કરનાર ભાજપ સરકારે નીટની પરીક્ષા માટે ઓછામાં ઓછો 2 વર્ષનો સમયગાળો માંગવો જોઈએ
ગુજરાત રાજ્યમાં ભાજપ સરકાર દ્વારા છેલ્લા બે દસકાથી શિક્ષણ તેમજ વિદ્યાર્થીઓના કરવામાં આવી રહેલા અહિતમાં નીટના પ્રશ્ને ઉભી થયેલી વિવાદાસ્પદ પરિસ્થિતિ તે ભાજપ સરકારની અસ્પષ્ટ અને કોમર્શિયલ શિક્ષણ નીતિનું પરિણામ છે. ગુજરાતમાં નીટની પરીક્ષા માટે ઓછામાં ઓછો બે વર્ષનો સમય આપવો જોઈએ તેવી માંગણી કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે કે, ભાજપ સરકારે નીટના પ્રશ્ને છટકી જવા માટે કોર્ટનું શરણું લીધું છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો