રાજ્યસભાના સાંસદ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આદરણીય શ્રી અહમદભાઈ પટેલને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ : 05-12-2020

અખિલ ભારતીય કોંગ્રેસના ખજાનચી, રાજ્યસભાના સાંસદ સ્વ. અહમદભાઈ પટેલને શ્રધ્ધાંજલી કાર્યક્રમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સરદાર સ્મારક ભવન, શાહિબાગ, અમદાવાદ ખાતે આજરોજ યોજાયો હતો જેમાં એ.આઈ.સી.સી.ના ગુજરાત સંગઠન પ્રભારીશ્રી રાજીવ સાતવ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, શ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કા.પ્રમુખશ્રી હાર્દિક પટેલ, પૂર્વ મુખ્યમંત્રીશ્રી શંકરસિંહ વાઘેલા, રાજ્ય સભાના સાંસદ અને રીલાયન્સ ગ્રુપ પ્રેસીડન્ટ શ્રી પરિમલ નથવાણી, કોંગ્રેસપક્ષના વરિષ્ઠ નેતાશ્રી મધુસુદન મિસ્ત્રી, શ્રી દિપકભાઈ બાબરીઆ, પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી નારણભાઈ રાઠવા, સાંસદશ્રી અમીબેન યાજ્ઞિક, એ.આઈ.સી.સી. સેક્રેટરીશ્રી બિશ્વરંજન મોહંતી, શ્રીમતિ સોનલબેન પટેલ સહિત સામાજિક, રાજકીય વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, ધારાસભ્યશ્રીઓ, કાર્યકરો ઉપસ્થિત રહી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note