રાજ્યમાં લાંબા સમયથી શિક્ષકો વિના શાળાઓ ચાલી રહી છે: 24-09-2016

રાજ્યમાં લાંબા સમયથી શિક્ષકો વિના શાળાઓ ચાલી રહી છે. પૂર્ણ સમયના શિક્ષકોની નિમણુક ન કરીને ગુજરાતના શિક્ષણને ભારે નુકશાન થઇ રહ્યું છે. શિક્ષણનું સ્તર કથળાઈ રહ્યું છે. ફિક્સ પગારના નામે આર્થિક શોષણ કરનાર ભાજપ સરકારે પ્રવાસી શિક્ષકના નામે નવું શોષણનું મોડલ આપ્યું છે.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તા. ૨૧-૧૨-૨૦૧૫ના ઠરાવને આધીન માનદ-વેતન –મહેતાણું ચૂકવી પ્રવાસી શિક્ષકોની નિમણુક રાજ્યની વિવિધ પ્રાથમિક શાળાઓમાં કરવાની જાહેરાત કરી છે. સમગ્ર ગુજરાતના જીલ્લા શિક્ષણાધિકારીઓ અને સ્કુલ બોર્ડના શાસનાધિકારીઓ દ્વારા મોટાપાયે ખાલી રહેલ ગણિત-વિજ્ઞાનના શિક્ષકોની ખોટ પુરવા થોડાક પ્રવાસી શિક્ષકોની ભરતી કરવાનો દેખાવ કરવામાં આવી રહ્યો છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note