રાજ્યમાં યોજાયેલ ૭૫ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં શહેરી નાગરિકોએ કરેલા મતદાન બદલ અભિનંદન : 17-02-2018
રાજ્યમાં યોજાયેલ ૭૫ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં શહેરી નાગરિકોએ કરેલા મતદાન બદલ અભિનંદન અને આભાર વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ૭૫ નગરપાલિકાઓમાં ૬૦ ટકા આસપાસનું મતદાન સરેરાશ નોંધાયું છે. મોટાભાગની નગરપાલિકાઓમાં ભાજપ શાસકોના ભ્રષ્ટાચાર, નાણાંકીય ગેરશિસ્ત અને નળ, ગટર અને રસ્તા જેવી પાયાની સુવિધા આપવામાં નિષ્ફળતાને કારણે શહેરી નાગરિકોમાં નિરાશા જોવા મળી છે. કોંગ્રેસ પક્ષ દ્વારા સ્થાનિક મુદ્દાઓને મહત્વ આપીને પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો. પીવાનું શુદ્ધ પાણી, ગટર વ્યવસ્થા અને રસ્તા માટે મોટાભાગની નગરપાલિકાઓમાં શહેરી નાગરિકોએ રજૂઆત કરી હતી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો