રાજ્યમાં આવેલી નવી માધ્યમિક શાળાઓની મંજૂરીઓમાં રૂ.૧૦ લાખ થી લઈ રૂ.૫૦ લાખ સુધીની લેતીદેતી : 20-10-2018
- રાજ્યમાં આવેલી નવી માધ્યમિક શાળાઓની મંજૂરીઓમાં રૂ.૧૦ લાખ થી લઈ રૂ.૫૦ લાખ સુધીની લેતીદેતી કરીને નિયમ વિરુદ્ધ મંજુરી આપવામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે.
- રાજ્યમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓની મંજુરીમાં નિયમોના નામે છેલ્લા પંદર વર્ષમાં કરોડો રૂપિયાની થયેલી લેતીદેતી અંગે હાઈકોર્ટના સીટીંગ જજની સીધી દેખરેખ હેઠળ ન્યાયિક તપાસની માંગ
- રાજ્યમાં ૧૪૫૬૨ શાળાઓ એવી છે કે જ્યાં એક વર્ગખંડમાં ૧ કરતાં વધુ ધોરણના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે
- ભાજપ સરકારના શાસનમાં રાજ્યમાં ૩૧ જીલ્લાઓમાં રમતગમત મેદાનની સુવિધા વિનાની ૬૯૨૧ શાળાઓ હાલ ધમધમી રહી છે
રાજ્યમાં આવેલી નવી માધ્યમિક શાળાઓની મંજૂરીઓમાં રૂ.૧૦ લાખ થી લઈ રૂ.૫૦ લાખ સુધીની લેતીદેતી કરીને નિયમ વિરુદ્ધ મંજુરી આપવામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. રાજ્યમાં બેફામ ફી ઉઘરાવતી ખાનગી શાળાઓનો રાફડો ફાટ્યો છે. ત્યારે રાજ્યમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓની મંજુરીમાં નિયમોના નામે છેલ્લા પંદર વર્ષમાં કરોડો રૂપિયાની થયેલી લેતીદેતી અંગે હાઈકોર્ટના સીટીંગ જજની સીધી દેખરેખ હેઠળ ન્યાયિક તપાસની માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો