રાજ્યનું ચૂંટણી પંચ ભાજપ સરકારનું વાંજિત્ર બનીને પોતાની ફરજો બજાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ
22મી નવેમ્બરે 6 મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં જે રીતે મતદાતાઓને મતદાન કરવા માટે પારાવાર હાલાકી અને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો સાથોસાથ માત્ર અમદાવાદમાં જ 1 લાખ કરતાં વધુ મતદાતાઓના નામ રાતોરાત કમી કરવાની ઘટના દર્શાવે છે કે, રાજ્યનું ચૂંટણી પંચ ભાજપ સરકારનું વાંજિત્ર બનીને પોતાની બંધારણીય ફરજો બજાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યું છે તેવી વિગતો આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તા. 20 મી ના રોજ અખબારી યાદીમાં 6 મહાનગરો માટે મતદારોની સંખ્યા સતાવર જાહેર કરી હતી જેમાં અમદાવાદમાં કુલ 3983589 મતદારો હતા ત્યારબાદ તા. 22મી ના રોજ સાંજે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ કુલ 3879771 મતદારો એટલે કે, 103818 જેટલા મતદારોનો ઘટાડો નોંધાયો છે. આજ આંકડાઓ દર્શાવે છે કે, 24 કલાકમાં 1 લાખ કરતાં વધુ મતદારોના નામ કમી કઈ રીતે થયા. અને આ મતદારોના નામ કમી કરવા માટે કાવત્રામાં કોણ કોણ સામેલ છે તે તપાસનો વિષય છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
રાજ્ય ચૂંટણી આયોગ, ગુજરાત, અખબારી યાદી