રાજ્યના મુખ્યમંત્રીશ્રીના બેજવાબદાર નિવેદન અંગે આકરા પ્રહાર કરતાં શ્રી અમીત ચાવડા : 19-09-2019
‘મંદી તો માત્ર હવા છે’ તેવા રાજ્યના મુખ્યમંત્રીશ્રીના બેજવાબદાર નિવેદન અંગે આકરા પ્રહાર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રીશ્રી જે તે જિલ્લા – શહેર કે ગામમાં જમીન ઉપર મુલાકાત લે તો સાચુ આર્થિક મંદિનું ચિત્ર જોવા મળે. પાંચ-દસ ઉદ્યોગપતિઓ સાથે રૂબરૂ મુલાકાત કે વાતચીત કરવાથી મંદિ નથી તેવો અભિપ્રાય આપી શકાય. ગુજરાતમાં માથાદિઠ આવક ૨૩,૦૦૦ રૂપિયા છે અને દરેક ગુજરાતી ઉપર ૪૦,૦૦૦ ઉપરનુ દેવુ છે સમગ્ર દેશમાં ૪૫ વર્ષમાં સૌથી ઉંચો બેરોજગારીનો દર એન.ડી.એ. સરકારમાં છે, જી.ડી.પી. ૫ ટકા સુધી નીચે ગયો છે અને વાસ્તવિક જી.ડી.પી. તેના કરતાં પણ નીચો છે. દેશમાં ઓટોમોબાઈલ, ટેક્સટાઈલ, સાયકલ, બિસ્કીટ સહિતના અનેક ઉદ્યોગો આર્થિક મંદિમાં સપડાયા છે. દેશમાં નિકાસમાં ૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો