રાજ્યના છ કરોડ નાગરિકોના વિશાળ હિતમાં મુખ્યમંત્રીશ્રી જવાબ આપે : 10-04-2019
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ “કોંગ્રેસ પક્ષના નેતા સંપર્કમાં છે” તેવા સમૂહ માધ્યમોમાં આપેલા નિવેદન અંગે આકરી પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્યપ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ ખુદ સ્વીકાર કર્યો છે કે, સૌથી વધુ ભ્રષ્ટાચાર ગૃહ વિભાગ અને મહેસૂલ વિભાગમાં થાય છે. રાજ્યના ૪૦૦૦ કરોડનું મગફળી કૌભાંડ રૂપાણી સરકારની ભેટ છે. ભ્રષ્ટાચાર રોકવામાં નાકામ મુખ્યમંત્રી કોંગ્રેસના નામે નિવેદન કરીને પ્રજાનું ધ્યાન ભટકાવી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી રાજ્યના ૬ કરોડ નાગરિકોના શિક્ષણ, રોજગાર, આરોગ્ય સેવા, આદિવાસી ભાઈ બહેનોના જંગલ જમીન, મનરેગા, ખેડૂત, યુવાન અને મહિલાઓના પ્રશ્નોની ચિંતા કરે તો આવકારદાયક થશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો