રાજ્યનમાં આઈ.એ.એસ. અધિકારીઓના મંજૂર મહેકમ પૈકી ૩૦% જગ્યાપઓ ખાલી. : 17-07-2019

  • રાજ્‍યમાં આઈ.એ.એસ. અધિકારીઓના મંજૂર મહેકમ પૈકી ૩૦% જગ્‍યાઓ ખાલી.
  • ‘સમાન કામ, સમાન વેતન’નો નામદાર કોર્ટનો ચુકાદો છતાં રાજ્‍ય સરકાર આ ચુકાદા સામે સુપ્રિમ કોર્ટમાં ગઈ.
  • ઉદ્યોગપતિઓને કરોડો રૂપિયાનો લાભ આપતી સરકાર ફીક્‍સ પગારના કર્મચારીઓને ન્‍યાય આપવા માંગતી નથી.
  • અગાઉ આઉટ સોર્સીંગ અધિકારીઓનું થતું હતું, હવે મંત્રીમંડળમાં પણ આઉટ સોર્સીંગ થાય છે.
  • રાજ્‍યની સંવૈધાનિક અને ન્‍યાયિકા પ્રક્રિયા કરે છે એવી જગ્‍યાઓ પર નિવૃત્ત થયેલ અધિકારીઓને મૂકવાથી રાજ્‍યના સક્ષમ અધિકારીઓનું મોરલ ડાઉન થાય છે, ક્‍યાં તો પદની ગરીમાને સાથે સાથે ક્‍યાંક એનાથી થતા નિર્ણયો પર પણ ખૂબ મોટી અસર પડે છે.
  • ભાજપ સરકાર યુવાનોને રોજગારી આપવામાં નિષ્‍ફળ નીવડી છે.
  • ‘મોસાળમાં જમણવાર અને મા પીરસનાર’ છતાં કેન્‍દ્ર સરકાર સમક્ષ ગુજરાતના પડતર રહેલ પ્રશ્નોનું નિરાકરણ આવેલ નથી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note