રાજુલા, મહુવા, ગારિયાધાર અને પાલીતાણા વિધાનસભા દીઠ બેઠક

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના ત્રણ દિવસીય પ્રવાસના બીજા દિવસે ૩૧-૦૫-૨૦૧૭ના રોજ અમરેલી – ભાવનગર જિલ્લામાં સમાવિષ્ટ રાજુલા, મહુવા, ગારિયાધાર અને પાલીતાણા વિધાનસભા મત વિસ્તાર ઉપસ્થિત જિલ્લા સંગઠનના પદાધિકારીઓ, જિલ્લા-તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ, સ્થાનિક આગેવાનો-કાર્યકરોને પ્રમખશ્રીએ બૂથ મેનેજમેન્ટ અને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું