“રાજીવ ગાંધી ભવન” ખાતે આયોજિત બેઠક

“બૂથ શશક્તિકરણ સમિતિ” ના સભ્યશ્રીઓ, શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી / ઉપપ્રમુખશ્રી / નેતાશ્રીઓ તથા કારોબારી ચેરમેનશ્રીઓ, શહેર-જિલ્લા તથા વિધાનસભા નિરીક્ષકશ્રીઓ ની અગત્યની બેઠક આજ રોજ “રાજીવ ગાંધી ભવન” ખાતે યોજાઈ હતી. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ૧લી મે ના રોજ ગુજરાત રાજ્યનો સ્થાપના દિન છે ઉપરાંત આંતરરાષ્ટ્રીય કામદાર દિવસ પણ છે સાથો સાથ નવસર્જન આદિવાસી અધિકાર જનસભા ડેડીયાપાડા ખાતે રાખવામાં આવી છે. આ જનસભાને ઐતિહાસિક બનાવીશું.

  • ૧લી મે ના રોજ ગુજરાત રાજ્યનો સ્થાપના દિન – આંતરરાષ્ટ્રીય કામદાર દિવસ નિમિત્તે નવસર્જન આદિવાસી અધિકાર જનસભા ડેડીયાપાડા ખાતે એ.આઈ.સી.સી. ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે.
  • બૂથ શશક્તિકરણ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં વિધાનસભા બેઠક દિન આયોજન.
  • ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારો અને માછીમારી સમુદાય અનેક પડતર પ્રશ્નો અંગે કોંગ્રેસ દ્વારા તા. ૩જી મે ૨૦૧૭ ના રોજ કિનારા બચાવો અભિયાન નું આયોજન.