રાજીવ ગાંધી જયંતીઃ રાહુલે કહ્યું, તેમના અકાળે મૃત્યુએ મારા જીવનમાં એક ઊંડું શૂન્ય છોડ્યું

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના પિતા અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતિ અવસરે તેમને યાદ કરતાં કહ્યું કે, તેઓ એક દયાળુ, સૌમ્ય અને સ્નેહી વ્યક્તિ હતા, તેમના અકાળે મૃત્યુથી મારા જીવનમાં એક ઊંડું શૂન્ય છોડ્યું છે. રાજીવ ગાંધીની જન્મજયંતિ પર તેમના સમાધિ સ્થળ પર સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શ્રદ્ધાંજલિ આપી. આ ઉપરાંત પૂવ વડાપ્રધાન મનમોહન સિંહ, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીપ્રિયંકા ગાંધી વાડ્રા, રોબર્ટ વાડ્રા સહિત કોંગ્રેસના અન્ય નેતાઓએ પણ શ્રદ્ધાંજલિ આપી. ઉલ્લેખનીય છે કે, પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી દેશના છઠ્ઠા વડાપ્રધાન હતા. 20 ઓગસ્ટ 1944ના રોજ જન્મેલા રાજીવ ગાંધીની 1991માં હત્યા કરવામાં આવી હતી.

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે, મને તેમની સાથે પસાર કરેલો સમય યાદ છે અને ભાગ્યશાળી હતો કે અનેક જન્મદિવસ તેમની સાથે ઉજવ્યા જ્યારે તેઓ જીવતા હતા. તેઓએ કહ્યું કે તેમને ખૂબ જ યાદ કરું છું.

https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-rahul-gandhi-says-untimely-demise-of-his-father-left-deep-void-in-his-life-gujarati-news-5941270-PHO.html?ref=ht