રાજકોટ ખાતે આયોજિત પાણી યાત્રા સમાપન સભા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યવ્યાપી વિવિધ જિલ્લાઓમાં પાણી યાત્રાના વિભાગીય સમાપન પ્રસંગે રાજકોટ ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌરાષ્ટ્ર–કચ્છના આગેવાનો-કાર્યકરો અને જાહેરજનતાને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ખેડૂતોએ આજે પણ ઈશ્વરની મદદની આજીજી કરવી પડે છે એક વર્ષ વરસાદ ઓછો પડે તેમાં તમામ જળવ્યવસ્થાપનો પડી ભાંગે આ કેવો વહીવટ અને ગતિશીલ ગુજરાતની કેવી આવડત કહેવી ? રાજકોટ અને સૌરાષ્ટ્ર માટે ૨૦૦૧ માં વાયદો કરીને મત મેળવીને ગાંધીનગર બેસનાર આજે જનતાને ભૂલીને મહેલમાં મજા કરે છે. કરોડો રૂપિયાની વિવિધ પ્રોજેક્ટોની જાહેરાત છતાં રાજકોટ શહેરમાં બે-બે દિવસે પાણી આપવામાં આવે છે. ગુજરાતના કેટલાક જીલ્લાઓ ફ્લોરાઈડયુક્ત છે અને ફ્લોરાઈડનું પ્રમાણ વધારે છે તેવું સ્વીકાર્યું છે. સરકારે વિધાનસભાને આપેલ માહિતી મુજબ કચ્છ, ખેડા, મહિસાગર, મહેસાણ, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર વડોદરા, વલસાડ, સુરત, સુરેન્દ્રનગર, તાપી અને બોટાદ જિલ્લાઓમાં પીવાના પાણીમાં ટી.ડી.એસ.નું પ્રમાણ તેની મર્યાદા કરતા ઘણુંજ ઊંચું છે. સવાલ એ થાય કે, જ્યાં સૌથી વધારે વરસાદ પડે છે તેવા ડાંગ, સુરત, વલસાડ, નવસારી, તાપી જેવા ગામોઅમાં પણ કેમ હજુ સુધી પીવાના પાણીની કાયમી વ્યવસ્થાઓ થઇ નથી જેને કારણે ટેન્કરો પર આધાર રાખવો પડે છે.