રાઈટ ટુ એજ્યુકેશન (આર.ટી.ઈ) કાયદા અંગે જાગૃતતા : 01-05-2018

રાઈટ ટુ એજ્યુકેશન (આર.ટી.ઈ) શિક્ષણનો અધિકાર કાયદો – ૨૦૦૯ માં કોંગ્રેસની સરકાર દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ કાયદા મુજબ ગરીબ-સામાન્ય અને મધ્યમ વર્ગના બાળકોને ગુણવત્તાવાળું શિક્ષણ, ખાનગી શાળાઓમાં મળે તે હેતુથી દરેક ખાનગી શાળામાં ૨૫ટકા બેઠકો અનામત રાખવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા આ કાયદાનું પાલન ૨૦૧૩ થી કરવામાં આવ્યું છે. ભાજપ સરકારની ઉદાસીનતા અને શૈક્ષણિક વિભાગના ગેરવહીવટના કારણે લોકો સુધી આ કાયદાની માહિતી પહોંચાડવામાં આવી નહોતી. જેના કારણે સમગ્ર ગુજરાતમાં રાઈટ ટુ એજ્યુકેશન (આર.ટી.ઈ) ના કાયદા મુજબ દરવર્ષે એક લાખથી વધુ બાળકોને ધોરણ-૧ માં મફત પ્રવેશ મળી શકે છે પરંતુ  ગત વર્ષે ૨૦૧૭ માં ગુજરાતમાં લગભગ ૪૦ હજાર બાળકોને જ રાઈટ ટુ એજ્યુકેશન (આર.ટી.ઈ) હેઠળ પ્રવેશ મળ્યો હતો.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note