રથયાત્રા રથની પૂજાની વિધી – ઈદ એ મિલાદ શુભેચ્છા.. : 05-07-2016
આજ રોજ અમદાવાદ શહેર ખાતે આવેલ ગુજરાતના સુપ્રસિધ્ધ જગન્નાથ મંદિરની રથયાત્રા મહોત્સવ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ પ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ પટેલ તથા વરિષ્ઠ આગેવાનોએ મંદિરની મુલાકાત લઈ શુભેચ્છાઓ પાઠવી હતી અને ત્યારબાદ રથની પૂજાની વિધી આગેવાનોઓ દ્વારા કરવામાં આવી હતી. તેમની સાથે અમદાવાદ શહેર પ્રમુખશ્રી ચેતન રાવલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નેતાશ્રી દિનેશ શર્મા, પૂર્વ મેયરશ્રી હિંમતસિંહ પટેલ, ધારાસભ્યશ્રી શૈલેષ પરમાર સર્વ શ્રી જગદિશભાઈ ઠાકોર, શ્રી લાખાભાઈ ભરવાડ, શ્રી નિશિત વ્યાસ, ડૉ. હિમાંશુ પટેલ, પંકજ શાહ સહિત કાર્યકરો-આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો