યોગની ઉવજણીમાં રેકોર્ડના નામે હજારો વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ફરજીયાતપણે રાત્રીના ૩-૦૦ કલાકે જે તે શાળા ખાતે હાજર રહેવાનો આદેશ : 20-06-2017
યોગની ઉવજણીમાં રેકોર્ડના નામે હજારો વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ફરજીયાતપણે રાત્રીના ૩-૦૦ કલાકે જે તે શાળા ખાતે હાજર રહેવાનો આદેશ જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા આપવામાં આવ્યો અને જે તે સરકારી બસ દ્વારા યોગના કાર્યક્રમ સ્થળ ઉપર હાજર રહેવાના આદેશ થયા છે. છેલ્લા ૧૦-૧૫ દિવસથી શિક્ષણ તંત્ર માત્રને માત્ર યોગના કાર્યક્રમની સફળતા માટે હજારો વિદ્યાર્થીઓને તેમના શિક્ષણના અધિકારથી વંચિત રાખવામાં આવી રહ્યાં છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને પ્રવક્તા શ્રી નિશિત વ્યાસે જણાવ્યું હતું કે, રાજ્યના તમામ જિલ્લા અને ખાસ કરીને અમદાવાદ શિક્ષણ અધિકારી પાસે યોગની ઉજવણીના કાર્યક્રમમાં કઈ સ્કુલના કેટલાં વિદ્યાર્થીઓ હાજર રહેશે, વિદ્યાર્થીઓને લાવવા લઈ જવા માટે કેટલી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે તેની તમામ માહિતી ઉપલબ્ધ છે. પરંતુ આરટીઈ હેઠળ કેટલાં વિદ્યાર્થીઓનો પ્રવેશ થયો, કેટલી સ્કુલોમાં કેટલી સીટો ખાલી છે, સ્કુલોમાં ફાળવેલ પ્રવેશને કેટલી સ્કુલોએ માન્ય રાખ્યા છે તેની કોઈ વિગતો નથી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો