યુવા સ્વાભિમાન રેલી” : 09-03-2016
હજારોની સંખ્યામાં એમ. એસ. ગ્રાઉન્ડ ખાતે “યુવા સ્વાભિમાન રેલી” માં ઉમટી પડેલ યુવાનોને જોમ, જુસ્સા સાથે ભાજપ સરકાર પર આક્રમક પ્રહાર કરતાં અખિલ ભારતીય યુવક કોંગ્રેસના પ્રમુખ તથા પંજાબના ધારાસભ્યશ્રી અમરિન્દરસિંહ રાજાએ જણાવ્યું હતું કે, જે સરકાર જુઠ્ઠા વાયદા કરીને યુવાનોના મતોથી સત્તા બનાવી છે તે સરકારને છેતરપીંડી બદલ રવાના કરવાનો સમય પાકી ગયો છે. ગુજરાતમાં છેલ્લા ૧૫ વર્ષમાં નવજુવાનોને રોજગારના સપનાંઓ બતાવ્યા, બહેનોને સલામતીની વાતો કરી, રોજ રોજ નવી જાહેરાતો કરી પણ હિસાબ આપવાનો સમય આવ્યો ત્યારે નવી વાતો કરીને, નાગરિકોની લાગણી ઉશ્કેરીને નવેસરથી મત માંગ્યા. પહેલાં ગુજરાતમાં ૧૫ વર્ષ સુધી જુદા જુદા બહાના બતાવ્યા આજે નવજુવાનોને નોકરી નથી. ગુજરાતમાં જે નોકરી આપવામાં આવે છે તેમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થાય છે. ૫ લાખ કરતાં વધુ યુવાનોનું ફિક્સ પગાર-સહાયક પ્રથાના નામે આર્થિક શોષણ થઈ રહ્યું છે. જે સરકાર ૧૫-૧૫ વર્ષ સુધી યુવાનોને અન્યાય કરે, રોજગાર છીનવે તે સરકારે સત્તામાં રહેવાનો અધિકાર ગુમાવી દીધો છે, ત્યારે ભાજપ સરકારને સત્તા સ્થાને ઉખાડી ફેંકવા યુવક કોંગ્રેસ આક્રમક્તાથી લડત આપે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો