યુવાનોને ફિક્સ પગાર નહીં કાયમી નોકરી આપો. – કોંગ્રેસ : 03-01-2017
- યુવાનોને ફીક્સ પગાર નહિ, કાયમી નોકરી આપો : કોંગ્રેસ
- ભાજપ સરકારની બેરોજગારી અને અપૂરતા વેતન સાથેની યુવા વિરોધી નીતિ સામે પેદા થયેલો જનઆક્રોશ ભાજપને ભસ્મ કરશે : ડૉ. હિમાંશુ પટેલ
ગુજરાત રાજ્યમાં રોજગારી અને પૂરતા વેતન અંગે યુવાનોમાં પ્રવર્તી રહેલો ભારે આક્રોશ ભાજપ સરકારને ભસ્મ કરી નાખશે એમ જણાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સ સહીત તમામ ફીક્સ પગારદારોને નોકરીમાં કાયમી કરી મળવાપાત્ર તમામ લાભો આપવા માંગ કરી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે કે, ભાજપ સરકારની યવા વિરોધી નીતિના કારણે ડીગ્રી મેળવ્યા પછી પણ શિક્ષિત યુવાનોનું છેલ્લા ૨૦ વર્ષોથી ભારે શોષણ કરવામાં આવી રહ્યું છે. ભાજપ સરકાર દ્વારા બેરોજગારી અને અપૂરતું વેતન અપાતું હોવાના કારણે ફીક્સ પગારદારોએ ગાંધીનગરમાં ભાજપ સરકારની પોકળ જાહેરાતોને ઉઘાડી પાડી ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ભાજપ સરકારના લગભગ દરેક વિભાગોમાં આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ તથા ભરતીથી નિમણુક પામેલા તમામ યુવાનો આર્થિક શોષણનો ભોગ બન્યા હોવાથી જનઆક્રોશ દિન-પ્રતિદિન વધી રહ્યો છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો