યુવક કોંગ્રેસ આવેદનપત્ર – ગીર અભ્યારણની બાજુમાં અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં સરકારી જમીન પાણીના ભાવે ફાળવી : 8-2-2016
- યુવક કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રી તથા તેમના સુપુત્રી દ્વારા કરાયેલ જમીન કૌભાંડ સામે ઉગ્ર પ્રદર્શન –
- યુવક કોંગ્રેસના 30 થી વધુ કાર્યકરોની અટકાયત.
- મુખ્યમંત્રીશ્રીના રાજીનામુ તથા ન્યાયિક તપાસની માંગ – યુવક કોંગ્રેસ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના યુવક કોંગ્રેસના અમદાવાદ પશ્ચિમ લોકસભાના પ્રમુખશ્રી પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ જણાવ્યું હતું કે, આજ રોજ કલેક્ટર કચેરી ખાતે યુવક કોંગ્રેસ દ્વારા “એક ચતુર અનાર – બડી હોશિયાર ” “માં દિકરી જોડી દ્વારા જે રીતનો ભ્રષ્ટાચાર આપવામાં આવી રહ્યો છે તે સમગ્ર ગુજરાતને શરમાવે તેમ છે ” તેવા સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરીએ ઉગ્ર પ્રદર્શન કરી આવેદન પત્ર આપવામાં આવ્યું. જેમાં યુવક કોંગ્રેસના પ્રદર્શનકારીઓની 30 થી વધુ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. યુવક કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીશ્રીની રાજીનામાની માંગણી કરવામાં આવી જો માંગણી નહીં સ્વીકારવામાં આવેત તો યુવક કોંગ્રેસ આગામી દિવસોમાં વધુમાં વધુ જલદ – ઉગ્ર કાર્યક્રમો આપશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો