“મોદી મોડલ”ના નામે સમગ્ર દેશમાં મોટી મોટી અને ખોટી ખોટી વાત
“મોદી મોડલ”ના નામે સમગ્ર દેશમાં મોટી મોટી અને ખોટી ખોટી વાત કરનાર ભાજપ શાસકોનો શિક્ષણ ક્ષેત્રે મોટો પરપોટો “ઓન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રીપોર્ટ – ૨૦૧૭” ફુટી ગયો છે. જ્યાં દેશના વડાપ્રધાનના ગૃહ જિલ્લા મહેસાણામાં પણ ૨૦ ટકા બાળકો એટલે કે, ૧૪ થી ૧૮ વર્ષના બાળકો ભણતર માટે દાખલ થતા નથી ત્યારે શિક્ષણ ક્ષેત્રે અધોગતિ માટે ભાજપ સરકાર જવાબદાર હોવાનો સ્પષ્ટ વિગત રજૂ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં ૨૪ રાજ્યોના ૨૮ જિલ્લાઓમાં આ બાબતે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં એક્ટીવીટી, ક્ષમતા, ગણિત, વિજ્ઞાન અને પાયાનું વાંચન, જાગરુક્તા સહિતની બાબતોને ધ્યાનમાં લેવામાં આવી હતી. સર્વેમાં ચોંકાવનારી બાબત એ છે કે, ૧૪ થી ૧૮ વર્ષની ઉંમરે શિક્ષણ મેળવવાને બદલે મજદૂરી તરફ જઈ રહ્યાં છે. વાયબ્રન્ટ, ગતિશીલ, પ્રગતિશીલ જેવા સૂત્રોથી મોટી મોટી અને ખોટી ખોટી વાતો કરનાર ગુજરાતના ભાજપ શાસકોના ૨૨ વર્ષના દિશાવિહીન શાસનના કારણે શિક્ષણ ક્ષેત્રે ગુજરાત આગળ જવાને બદલે પાછળ ધકેલાઈ ગયું છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો