મોદી આરએસએસની અવગણના કરી શકે નહીઃ રાહુલ ગાંધી
કોંગ્રેસના ઉપાધ્ય રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ભાજપ આરએસએસની ઈચ્છા વિરૂદ્ધ કોઈ કાર્ય કરી શકે નહીં. આટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આરએસએસની અવગણના કરી શકે નહીં.
દિલ્હીમાં યુથ કોંગ્રેસની આજે પૂરી થયેલી બે દિવસની કારોબારીમાં બંધ બારણે સંબોધન કરતાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન પર આરએસએસ પોતાનું દ્રષ્ટિકોણ ઠોકી બેસાડી રહ્યું છે.
જમીન સંપાદન વટહુકમ વિશે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે મોદીએ પક્ષમાં કોઈ પણ સાથે ચર્ચા કર્યા વિના બળજબરીથી આ વટહુકમ લાગુ કરવાનો પ્રયાસ કર્યો હતો આથી વટહુકમને રદ થવા દીધો છે. આનાથી ઉલટુ કોંગ્રેસ સરકાર 2013માં ચર્ચા-વિચારણા પછી જમીન સંપાદન કાયદો લાવી હતી.
કોંગ્રેસના નેતાઓની પ્રસંશા કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે જમીન સંપાદન વટહુકમ પાછો ખેંચવા માટે તેમણે જ સરકાર પર દબાણ ઉગ્ર બનાવ્યું હતું.
કોંગ્રેસ કાર્યકરે પૂછેલા જવાબમાં તેમણે જણાવ્યું હતું કે ભાજપ પણ આરએસએસની વિચારધારાને અનુસરે છે.
http://www.sandesh.com/article.aspx?newsid=3135092