મોદીનું માસ્ક પહેરીને લોકોને ૧૫ લાખનાં ચેકનું વિતરણ!
જામનગરમાં કોંગ્રેસ દ્વારા નવતર વિરોધ પ્રદર્શન
કાળુનાણું પરત લાવીને દરેક ભારતીયનાં બેન્ક ખાતામાં રૃા ૧૫ લાખ જમા કરવાની મોદી સરકારની જાહેરાતની ઝાટકણી
જામનગર,
જામનગર શહેર યુવક કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકારે કાળાનાણા પરત લાવી પ્રત્યેક ભારતીયને પંદર પંદર લાખ આપવાના ઠાલા વચનોનો વિરોધ પ્રદર્શીત કરતો નવતર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ભારતની કેન્દ્ર સરકારે ચુંટણીમાં વિદેશની બેંકોમાં રહેલું કાળુ નાણું સ્વદેશ લઈ આવી પ્રત્યેક ભારતીયોના બેંક ખાતામાં પંદર – પંદર લાખ જમા કરાવવાની લોભામણી જાહેરાતો કરનાર ભાજપની કેન્દ્ર સરકારના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારનો વિરોધ પ્રદર્શીત કરવા જામનગર શહેર યુવક કોંગ્રેસ દ્વારા ગુરૃવારે સવારે ડીકેવી સર્કલ ખાતે નવતર કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન મોદીનું માસ્ક પહેરી જામનગરની જનતાને પંદર પંદર લાખના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/saurashtra-rajkot-jamnagar-gujarat-chief-minister-narendra-modi-mask