મોદીના વચનો માત્ર ‘હવાબાજી’ : સોનિયા ગાંધી
કોંગ્રેસની કારોબારી સમિતિની બેઠકમાં સોનિયા ગાંધીએ આક્રમક વલણ અપનાવીને કેન્દ્રમાં નરેન્દ્ર મોદીનાં વડપણ હેઠળની ભાજપ સરકાર પર તીખા તમતમતા ચાબખાં વીંઝ્યા હતા. મોદી સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઈ છે તેવા આક્ષેપો કરતાં સોનિયાએ કહ્યું હતું કે મોદીના ચૂંટણી વચનો માત્ર હવાબાજી જ છે. સરકાર લોકોને પોકળ વચનો આપીને તેનુું પાલન કરવામાં નિષ્ફળ ગઈ છે. તેની કથની અને કરણીમાં ફરક છે. મોદી સરકાર સંઘનાં રિમોટ ક્ન્ટ્રોલથી ચાલી રહી છે. સંઘનો એજન્ડા શું છે તે સૌ જાણે છે. મોદી હવે આપેલા વચનોનું પાલન કરવાનું ટાળી રહ્યા છે. સરકાર તમામ મોરચે યુ-ટર્ન લઈ રહી છે. સરકાર દેશનાં ઈતિહાસને ખોટો પાડી રહી છે. દેશની મોટી મોટી સંસ્થાઓની સ્વતંત્રતા છીનવી લેવાનાં પેંતરા ઘડે છે. મીડિયાને ધમકાવવામાં આવે છે.
http://www.sandesh.com/article.aspx?newsid=3121403