મોદીએ 1500ની લોલીપોપ આપી ખેડૂતોને તમાચો માર્યો: શંકરસિંહ
– કપાસમાં બોનસ સાથે મણનો ભાવ 920, જે બજારભાવથી ઓછો
– ખેડૂતોને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવો મળે તે માટે કોંગ્રેસ આંદોલન કરશે
– ખેડૂતોને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવો મળે તે માટે કોંગ્રેસ આંદોલન કરશે
ગાંધીનગર: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગ્રામીણ વિસ્તારમાં અને તેમ કરીને પંચાયતોમાં પક્ષના ભારે રકાસ બાદ સફાળે જાગેલી ભાજપ સરકારે મોડે મોડેથી પણ કપાસના ખેડૂતો માટે બોનસની જાહેરાત કરવી પડી છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલા કપાસના ટેકાના પ્રતિ 20 કિલોના 810 રૂપિયાના ભાવ ઉપર 110નું બોનસ જાહેર કર્યું છે. જો કે, માત્ર કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને કપાસ વેચનાર ખેડૂતોને હવે પ્રતિ 20 કિલોએ 920 રૂપિયાનો ભાવ મળશે.
રાજ્યમાં કપાસ પકવતા ખેડૂતો દ્વારા ટેકાના ભાવમાં ભાજપ સરકારે પ્રતિ 20 કિલો કપાસ પર રૂ. 110નું બોનસ જાહેર કર્યું છે. રાજ્ય સરકારની આ જાહેરાતને ખેડૂતોની મશ્કરી સમાન ગણાવતા કોંગ્રેસ પક્ષે ભાજપની રાજ્ય અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસના વિધાનસભામાં નેતા શંકરસિંહ વાઘેલાએ કેન્દ્રની ખેડૂતો પ્રત્યેની નીતિ પર પ્રહાર કરતા જણાવ્યું કે ‘‘મણ દીઠ કપાસના રૂ. 1500ની લોલીપોપ દેખાડનારા મોદીએ ખેડૂતોના ગાલ પર કચકચાવીને લાફો માર્યો છે.’’ જ્યારે કોંગ્રેસ પક્ષના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે ‘‘કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકારના શાસનમાં કપાસના ટેકાના ભાવ પ્રતિ 20 કિલોએ રૂ. 1100થી 1200 જેટલા હતા.
જોકે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રદાન મોદીએ લોકસભાની ચૂંટણી સમયે જાહેરસભામાં ખેતપેદાશોના ભાવ માટે વારંવાર ઉલ્લેખ કરીને કપાસના પ્રતિ 20 કિલોએ રૂ. 1500 મળવા જોઈએ તેવી વાત કહી હતી. વડાપ્રધાનને એ ખ્યાલ હોવો જોઈએ કે ગુજરાતમાં ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓનાં મોંઘા ભાવ સહિત સિંચાઈનું પાણી, મોંઘી વીજળી વગેરેને કારણે ખેડૂતો માટે ખેતી કરવી ખૂબજ મુશ્કેલ થઈ ગઈ છે.’’
http://www.divyabhaskar.co.in/news-ht/MGUJ-GAN-OMC-central-government-110-bonus-per-20-kg-to-cotton-farmer-in-gujarat-5196985-PHO.html