મોદીએ સહારા-બિરલાના ૬૫ કરોડ કેમ લીધા? : રાહુલ

ઇમાનદાર પ્રજા જવાબ માગે છે, ‘ઇન્કમટેક્સના દરોડાનો ઘટસ્ફોટ’ની તપાસ કેમ થતી નથી

માલ્યા સહિત ડિફોલ્ડરોના ૧.૪૦ હજાર કરોડ કેમ માફ કર્યા  સ્વિસ સરકારે આપેલા ચોરોના નામ કેમ જાહેર કરતા નથી

– મહેસાણાની જનસભામાં નરેન્દ્ર મોદી પર વ્યક્તિગત આરોપ લગાવી રાજકીય ભૂકંપ સર્જયો, સભામાં મોદી હાય હાયના નારાં લાગ્યાં

– રાહુલનો સવાલ, સ્વિસ સરકારે સ્વિસબેન્કોના ખાતાની વિગતો આપી છે તો નરેન્દ્ર મોદી કેમ ચોરોના નામો જાહેર કરતાં નથી

નોટબંધી બાદ ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર એવો આરોપ લગાવ્યો કે,સહારા અને બિરલા પર દરોડા પડયાં ત્યારે ઇન્કમટેક્સના અધિકારીઓને દસ્તાવેજો મળ્યાં છે જેમા સહારા કંપનીના અધિકારીઓએ નરેન્દ્ર મોદીને છ મહિનામાં નવ વખત રૃા.૪૦ કરોડ આપ્યા હતાં. એજ રીતે બિરલા તરફથી પણ નરેન્દ્ર મોદીને રૃ. ૨૫ કરોડ જેટલી માતબર રકમ મળી હતી. આ નાણાંકીય લેવડદેવડની એન્ટ્રી આ દસ્તાવેજોમાં મૌજુદ હોવાનો દાવો પણ કોંગ્રેસના ઉપાધ્યક્ષે કર્યો હતો. જાહેરસભામાં રાહુલ ગાંધીએ એવો પડકાર ફેંક્યો કે, વડાપ્રધાન ખુદ આ મુદ્દે દેશની જનતા સમક્ષ સાચી વાત પ્રસ્તુત કરે. તેમણે એવો પણ સવાલ ઉઠાવ્યો કે, ઇન્કમટેક્સ વિભાગ પાસે આ રેકર્ડ છે છતાંયે કેમ તપાસ કરવામાં આવતી નથી.

http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/indian-politics-rahul-gandhi-s-speech-addressing-the-gathering-gujarat-chief-minister-naren