મોટા ઉદ્યોગગૃહોને ૨૪ કલાક વિજળી, પાણી અને સસ્તી જમીન, વેરામાં માફી સહિતના કરોડો રૂપિયાના લાભો આપનારી ભાજપ : 04-01-2020

  • મોટા ઉદ્યોગગૃહોને ૨૪ કલાક વિજળી, પાણી અને સસ્તી જમીન, વેરામાં માફી સહિતના કરોડો રૂપિયાના લાભો આપનારી ભાજપ સરકાર ખેડૂતોને સતત અન્યાય કરી રહી છે : ડૉ. મનિષ દોશી
  • પાંચ વર્ષમાં ઉદ્યોગોને દિવસે ૧,૬૫,૭૦૨ મીલીયન યુનિટની સામે ખેતી માટે રાત્રીના સમયે ૧,૦૭,૧૩૮ મીલીયન યુનિટ એટલે કે ૬૦૦૦૦ મી.યુ. ઓછી વિજળી સરકારે ઉપલબ્ધ કરાવી.

મોટા ઉદ્યોગગૃહોને ૨૪ કલાક વિજળી, પાણી અને સસ્તી જમીન, વેરામાં માફી સહિતના કરોડો રૂપિયાના લાભો આપનારી ભાજપ સરકાર ખેડૂતોને સતત અન્યાય કરી રહી છે. ઉદ્યોગગૃહોને દિવસે વિજળી જ્યારે ખેડૂતોને રાત્રે વિજળી તે પણ અપૂરતી તે કેટલે અંશે વ્યાજબી ? માનવ ભક્ષી દિપડાના સતત ભય વચ્ચે ખેડૂતો ખેતી માટે રાત્રે ફરજીયાત જવુ પડે ત્યારે ખેતી અને ખેડૂતને બચાવવા દિવસે વિજળી આપવાની માંગ કરતા ગુજરાત કોંગ્રેસ નેતા ડૉ. મનિષ દોશી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note