મોંઘવારીના રાક્ષસને નાથવામાં સરકાર નિષ્ફળઃ કોંગ્રેસનું આંદોલન
લોકોના ‘અચ્છે દિન’ નહીં, ‘બૂરે દિન’ આવી ગયા
બેફામ કાળા બજાર અને સંઘરાખોરીને લીધે તમામ ચીજવસ્તુઓના ભાવ બેકાબૂ બન્યા
માઝા મૂકતી મોંઘવારી અને જીવન જરૃરી ચીજવસ્તુઓ તથા પેટ્રોલ-ડીઝલના ભાવમાં કમરતોડ વધારાથી લોકોનું જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે. મોંઘવારીના રાક્ષસને નાથવામાં સરકાર નિષ્ફળ બની ગઇ છે, અને અંધારાખોરો તથા કાળાબજારિયાઓ બેકાબુ બની ગયા છે, ત્યારે કોંગ્રેસે મોંગવારી મુદ્દે નિષ્ફળ ગયેલી ગુજરાત સરકારને ઢંઢોળવા આંદોલન છેડવાનો નિર્ણય કર્યો છે. તા.૨૩થી ૨૯ સુધી મોંઘવારી વિરોધી કાર્યક્રમો કરવામાં આવશે જેમાં છેલ્લા દિવસે તા.૨૯ના રોજ અમદાવાદ ખાતે વિશાળ રેલી યોજાશે.
મોંઘવારી સામે સરકારની અણઆવડત છતી થઇ છે. સરકાર બેકાબૂ મોંઘવારી નિયંત્રિત કરીશકી નથી. નફાખોરો સામે પગલાં લેવામાં સરકાર કાચી પડી છે. તેમ જણાવતાં પ્રદેશ કોંગ્રેસના નેતા સિધ્ધાર્થ પટેલે કહ્યું છે કે ભાજપે ચૂંટણી પૂર્વે અચ્છે દિનનો ચૂંટણી વાયદો કર્યો હતો. પરંતુ કેન્દ્રમાં સત્તા સ્થાને બેસી ગયાને સવા બે વર્ષ વીતી ગયા છે. અને સમગ્ર દેશના લોકો મોંઘવારીમાં ભીંસાઇ રહ્યાંછે. ગરીબ અને મધ્ય વર્ગના લોકો માટે જીવન દુષ્કર બનીગયુ છે. તમામ ચીજવસ્તુઓના ભાવ બેકાબૂ બની ગયા છે. બેફામ કાળાબજાર અને સંઘરાખોરીને પ્રોત્સાહન મળતાં લોકોની થાળીમાંથી દાળ ચોખા અને શાકભાજી ગાયબ થઇ ગયા છે.
http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/baroda-movement-of-the-congress-government-in-combating-the-monster-of-inflation-nisphalah