મુખ્ય છ શહેરોમાં કોંગ્રેસ દ્વારા ધરણાનો કાર્યક્રમ : 11-09-2015

રાજ્યમાં સ્વાઇન ફ્લુ, ડેન્ગ્યું, ઝેરી મેલેરિયા, કમળો, ઝાડા-ઉલ્ટી સહીતનો રોગચાળો રાજ્યના મોટા ભાગના શહેર-જિલ્લાઓમાં ફેલાયો છે. નાગરિકોના રોગચાળાના કારણે મોત થઇ રહ્યા છે. સાત મહિના પહેલા પણ સ્વાઇન ફ્લુ અને અન્ય રોગોના કારણે ૧૪૦ થી વધુ નાગરિકોએ જીવ ગુમાવ્ય હતા. તેમ છતાં રાજ્યનો આરોગ્ય વિભાગ અગાઉના રોગચાળો ડામવામાં નિષ્ફળતામાંથી કોઈ વાત શીખ્યા હોય તેમ જણાતું નથી. ત્યારે રાજ્યના નાગરિકોને આરોગ્ય સેવા મળી રહે તે માટે અને કુંભકર્ણની નિંદ્રામાં પોઢી ગયેલ ભાજપ સરકારને જાગૃત કરવા માટે તા.૧૨/૦૯/૨૦૧૫, શનિવારના રોજ રાજ્યના મુખ્ય છ શહેરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં શહેર કોંગ્રેસ દ્વારા ધરણાનો કાર્યક્રમ જે તે સરકારી હોસ્પિટલ સામે યોજવામાં આવશે. જેમાં સ્થાનિક આગેવાનો, કાઉન્સીલરશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note