માલધારી સમાજના વિવિધ વિસ્તારોમાંથી 100 થી વધુ આગેવાનો કોંગ્રેસ પક્ષમાં જોડાયા : 31-10-2015
આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે માલધારી સમાજના વિવિધ વિસ્તારોમાંથી 100 થી વધુ આગેવાનો કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરીને વિધિવત રીતે જોડાયા હતા.
માલધારી સમાજ અગ્રણી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી વિભાગના અધ્યક્ષશ્રી રમેશભાઈ દેસાઈ, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રીશ્રી લાલજીભાઈ દેસાઈ, શ્રી રઘુભાઈ દેસાઈ અને શ્રી સંગ્રામ ભરવાડ ના નેતૃત્વમાં કોંગ્રેસ પક્ષમાં 100 થી વધુ આગેવાનો ભાજપ પક્ષને રામ રામ કરીને કોંગ્રેસ પક્ષનો ત્રિરંગો ધારણ કરી જોડાયા છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો