મહિસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી મુકેશભાઈ શુક્લ અને તેમના પરિવાર પર પોલીસ દ્વારા કરવામાં આવેલ અત્યાચાર અને અટકાયત : 22-10-2016
મહિસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી મુકેશભાઈ શુક્લ અને તેમના પરિવાર પર પોલીસ દ્વારા કરવામાં આવેલ અત્યાચાર અને અટકાયત અંગે સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા રાજકીય રીતે કિન્નાખોરીથી થયેલ કાર્યવાહીના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. ત્યારે પોલીસની કિન્નાખોરી સામે લડતની ચીમકી આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૩ માં બનેલા બનાવ અને તે અંગે મહિસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી મુકેશભાઈ શુક્લના પુત્ર શ્રી પિનાકીન શુક્લએ કાયદાકીય પ્રક્રિયા મુજબ જામીન મેળવેલા છે. જે તે સમયે પણ સમગ્ર પ્રક્રિયામાં રાજકીય કિન્નાખોરી દાખવી હોવાનું સ્પષ્ટ થયું હતું ત્યારે ત્રણ વર્ષ જૂના બનાવ અંગે જિલ્લા પોલીસ વડા દ્વારા સમગ્ર પરિવાર પર તેમના નિવાસસ્થાને પહોંચી જઈ ધાકધમકી, સીસી ટીવી કેમેરાની તોડફોડની સાથે સમગ્ર પરિવારની અટકાયત કરી રાયોટીંગનો ગુનો દાખલ કરવો સમગ્ર બાબત પરથી સ્પષ્ટ થાય છે. પોલીસ તંત્રની કામગીરી સંપૂર્ણપણે રાજકીય દ્વેષ ભાવનાથી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો