મહિસાગર જિલ્લામાં ભાજપ યુવા મોરચાના યુવાનોએ કોંગ્રેસનો ખેસ ધારણ કરી નવસર્જન ગુજરાતના સ્વપ્નને સાકાર કરવાની પ્રતિજ્ઞા લીધી : 21-06-2017
ભાજપ યુવા મોરચાના યુવાનોએ કોંગ્રેસનો ખેસ ધારણ કરી નવસર્જન ગુજરાતના સ્વપ્નને સાકાર કરવાની પ્રતિજ્ઞા લીધી.
કોંગ્રેસ પક્ષના સંગઠન અને વિધાનસભાની ચૂંટણી – ૨૦૧૭ ને ધ્યાનમાં લઈ ત્રણ દિવસીય પ્રવાસના ત્રીજા દિવસે મહિસાગર જિલ્લામાં સમાવિષ્ટ સંતરામપુર, બાલાશિનોર, લુણાવાડા વિધાનસભા મત વિસ્તાર ઉપસ્થિત જિલ્લા સંગઠનના પદાધિકારીઓ, જિલ્લા-તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ, સ્થાનિક આગેવાનો-કાર્યકરોને બૂથ મેનેજમેન્ટ અને ચૂંટણીલક્ષી કામગીરી અંગે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાતના પ્રભારી શ્રી અશોક ગેહલોતજી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ માર્ગદર્શન આપ્યું હતું.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો