મહામહીમ રાજ્યપાલશ્રીને આવેદનપત્ર સુપ્રત કરતા કોંગ્રેસ પક્ષના આગેવાનો

રાજ્યમાં દલિત પરિવારો પરના અત્યાચારો રોકવામાં આવે, દલિત પરિવારોને બંધારણીય હક્ક આપવામાં આવે અને દલિતો પર અત્યાચારોની તટસ્થ તપાસ કરવામાં આવે અને સંડોવાયેલ ગુનેગારો સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ સાથે પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા ના નેતૃત્વમાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રીઓ, પૂર્વ મંત્રીશ્રીઓ અને વરિષ્ઠ આગેવાનું એક ઉચ્ચ કક્ષાનું પ્રતિનિધી મંડળ મહામહીમ રાજ્યપાલશ્રીને રૂબરૂ રજૂઆત કરી આવેદન પત્ર સુપ્રત કર્યું હતું