મહાનગરોમાં ચૂંટણીપંચ સરકારનો હાથો બન્યું: ભરતસિંહ સોલંકી

– મહાનગરોમાં ચૂંટણીપંચ સરકારનો હાથો બન્યું: ભરતસિંહ સોલંકી
– ભાજપના શાસન સામે દિલ્હી, બિહાર અને ગુજરાતના સ્થાનિક સ્વરાજ્યના પરિણામો પ્રજાનો મત સ્પષ્ટ કરે છે
– સરકારે ચૂંટણી અટકાવવા માટે કેટલાય હતકંડા અપનાવ્યા પણ તમામમાં પીછેહટ કરવી પડી
આણંદ: આણંદની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસ તરફે જનાદેશ મળ્યો હતો. જે સંદર્ભે ચૂંટાયેલા સભ્યોનો સન્માન સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ રાજ્ય ચૂંટણી પંચ પર આકરાં પ્રહારો કર્યાં હતાં અને તેને રાજ્ય સરકારનો હાથો બની ગયો હોવાનો આક્ષેપ કર્યો હતો.

આ પ્રસંગે ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે “રાજ્ય સરકારે ચૂંટણી પંચનો ખોટી રીતે ઉપયોગ કરીને મહાનગરોમાંથી લાખોની સંખ્યામાં નામોને ડિલીટેડ કરાવી ભાજપે સત્તા હાંસલ કરી છે. જો ચૂંટણી પંચે નિષ્પક્ષ રીતે પોતાની ફરજ બજાવી હોત અને  ડિલિટેડ મતદારો મતદાન કરી શક્યા હોત તો, અમદાવાદ સહિત અન્ય મહાનગરોમાં પણ કોંગ્રેસને સત્તા મળી હોત. મહાનગરોમાં ચૂંટણી પંચ સરકારનો હાથો બની ગયું હતું. પરંતુ ગામડાઓમાં ડિલીટેડના પ્રશ્નો ખુબ જ ઓછા પ્રમાણમાં થયા હતા તેમજ પ્રજાજનો  ભાજપથી કંટાળી ગઇ હોવાથી મતદારોએ પોતાની પસંદગી કોંગેસ પર ઉતારીને પંદર વર્ષ બાદ આટલા મોટા પ્રમાણમાં બેઠકો આપીને પોતાના આર્શિવાદ આપ્યા છે. જેના થકી ગુજરાતનું નવસર્જન કરવા માટે 2017 માં પણ  આનાથી સારા પરિણામો આવશે.’

http://www.divyabhaskar.co.in/news/MGUJ-ANA-OMC-congress-leader-bharatsinh-madhavsinh-solanki-visits-at-anand-5191646-PHO.html