મનરેગા – અન્ન સુરક્ષા કાયદા અંગે જિલ્લા તાલુકા કાર્યક્રમ અંગે. : 03-03-2016
ભાજપ સરકારની ગરીબ વિરોધી, જનવિરોધી નિતીઓ સામે રાજ્યવ્યાપી કાર્યક્રમની જાહેરાત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, યુપીએ ચેરપર્સન શ્રીમતિ સોનિયા ગાંધી, વડાપ્રધાનશ્રી ડૉ. મનમોહનસિંઘના નેતૃત્વવાળી યુપીએ સરકારે દેશના ગરીબ-સામાન્ય પરિવારોને વિવિધ અધિકારો કાયદા સ્વરૂપે આપીને સશક્ત ભારતના નિર્માણમાં અહમ યોગદાન આપ્યું છે. કમનસીબે, ભાજપની સંકુચિત માનસિક્તા ધરાવતી રાજ્ય સરકારે અન્ન સુરક્ષા અધિકાર કાયદાનો અમલ ન કરીને ૫૪ ટકા પરિવારો એટલે કે, ૩.૨૫ કરોડ નાગરિકોને અન્ન સુરક્ષા અધિકારથી વંચિત રાખ્યા છે. “અન્ન સુરક્ષા અધિકાર કાનૂન” હેઠલ લાભાર્થી ૫૪ ટકા એટલે કે ૩.૨૫ કરોડ નાગરિકોને લાભ અસરકારક અને તાત્કાલિક મળે. “મનરેગા” યોજના હેઠળ સ્થાનિક રોજગારી અસરકારક રીતે મળી શકે તે માટે તંત્ર કામગીરી કરે તેવી માંગ સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરો, ૨૪૯ તાલુકા મથકો પર તા. ૧૪-૦૩-૨૦૧૬ ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે મામલતદાર-કલેક્ટરશ્રી કચેરી સામે ધરણાં-દેખાવો-સૂત્રોચ્ચાર બાદ આવેદન પત્ર આપવામાં આવશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો