મધ્ય ગુજરાતના દાહોદ અને ગોધરા ખાતે યોજાયેલ કાર્યકર મહાસંમેલન

જનસંપર્ક ગુજરાત અન્વયે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્ય વ્યાપી શરૂ કરેલ કાર્યક્રમના ભાગરૂપે બીજા તબક્કામાં મધ્ય ગુજરાતના દાહોદ અને ગોધરા ખાતે યોજાયેલ કાર્યકર મહાસંમેલનમાં સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર ભ્રષ્ટ્રાચારમાં ગળાડૂબ છે. ભાજપે આપેલા વચનો ભૂલી જઈને જન સામાન્યની અવગણના કરી રહી છે. અહંકાર અને ભ્રષ્ટ્રાચારમાં લથપથ ભાજપ સરકાર નાગરિકોના જીવન માટે જરૂરી પીવાનું પાણી અને ખાસ કરીને ખેડૂતોને સિંચાઈનું પાણી આપવામાં નિષ્ફળ ગઈ છે. દાહોદ અને ગોધરાના નાગરિકોને ચુંટણી સમયે આપેલા વચનોમાં ભાજપના નેતાઓએ મો ફેરવી લીધું છે. દાહોદ અને ગોધરામાં ખાસ કરીને આદિવાસી સમાજના અધિકારો ભાજપ સરકાર છીનવી રહી છે. શિક્ષણ અને આરોગ્યની બાબતમાં વારંવારની રજૂઆત છતાં અન્ય વિસ્તારની જેમ જ દાહોદ અને ગોધરાના નાગરિકો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. જંગલની જમીનના અધિકારની વાત હોય કે પછી આદિવાસીઓની ખેતીની જમીનની વાત હોય ભાજપ સરકારના મળતિયાઓએ સરકારી અધિકારીઓ સાથે મેળા-પીપળા કરીને મોટા પાયે ભ્રષ્ટ્રાચાર કરી રહી છે. કોંગ્રેસ પક્ષના કાર્યકરો વધુમાં વધુ લોકોને તેમના અધિકારો માટે જાગૃત કરે અને તેમને મળતી સરકારી યોજનાના લાભો અપાવા માટે માધ્યમ બને.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note