મગફળી કૌભાંડ સંદર્ભે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે ધરણા-પ્રદર્શન : 14-08-2018

  • રૂ.૪૦૦૦ કરોડના મગફળી કૌભાંડ સંદર્ભે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે ધરણા-પ્રદર્શન

રૂ.૪૦૦૦ કરોડના મગફળી કૌભાંડ સંદર્ભે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે આયોજીત ધરણા-પ્રદર્શન કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીતભાઈ ચાવડાએ રૂ.૪૦૦૦ કરોડના મગફળી કૌભાંડ અંગે જણાવ્યું હતું કે, તમામ મોરચે નિષ્ફળ નીવડેલ ભાજપ સરકારે એમ.એસ.પી. (MSSPP) ભાવ જાહેર કરી મગફળી ખરીદવાનું ચાલુ કર્યું ત્યારે કોંગ્રેસ ધારાસભ્યોએ મગફળી કૌભાંડની રજૂઆત કરી હતી. પણ ભ્રષ્ટાચાર છુપાવવા ભાજપ સરકારે આંખ આડા કાન કર્યા હતા. કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓએ મગફળી કૌભાંડ ઉજાગર કર્યો ત્યારે મીડીયાએ ખૂબ સહકાર આપ્યો હતો તે બદલ મીડિયાનો પણ આભાર માન્યો હતો.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note