મગફળી કૌભાંડમાં આખી ગુજરાત સરકારે આંખ આડા કાન કર્યા છે : અમિત ચાવડા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમીતભાઇ ચાવડાએ આજે નડિયાદ ખાતે ધરમા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ  પ્રસંગે તેમણે કહ્યું હતું કે રૂ.૪૦૦૦ કરોડના મગફળી કૌભાંડમાં આખી ગુજરાત સરકારે આંખ આડા કાન કર્યા છે. ગુજરાતની ભાજપ સરકારના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું પણ નામ કલકતાના ૬૦ કરોડના બારદાન કૌભાંડમાં આવનારા દિવસોમાં બહાર આવે તો નવાઇ નહિં.

શ્રી ચાવડાએ ગુજરા સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે ભાજપના નેતાઓના ભાડે રાખેલ ગોડાઉનમાં મગફળી સાથે ઢેફાં ફ્રીની કૃષિ યોજનામાં ખેડૂતો રાતા પાણીએ રોયા છે. મગફળી સાથે ભાજપ સરકારના મળતિયાઓ ઢેફાંનો વેપાર કરી લુંટ ચલાવી છે. ગુજરાતના ગરીબ ખેડૂતોના પરસેવાની કમાણીના કરોડો ગુજરાતથી લઇ દિલ્હીમાં બેઠેલા ભાજપના ન ેતાઓના ખિસ્સામાં ગયા હોય તેવું લાગી રહ્યું છે.

ગુજરાતથી મુખ્યમંત્રીમાંથી વડાપ્રધાન બનેલ નરેન્દ્ર મોદી પણ ગુજરાતના ગરીબ ખેડૂતોના પરિવારના મગફળી કૌભાંડમાં ચોકી કરવાને બદલવે સુઇ ગયા હોય તેવું લાગી રહ્યું છે.દેશના ખેડૂતો બેહાલ છે અને દેશના ચોકીદાર પાસે ૪૦૦૦ કરોડની મગફળી કોણ ખાઇ ગયું તેનો જવાબ નથી પણ ગુજરાતના લોકો સાથે સમગ્ર દેશના લોકો સાથે વિશ્વાસધાત થયો હોય તેવો ભાજપની નિષ્ફળ સરકાર તરફથી અહેસાસ થઇ રહ્યો છે. આવનારી લોકસભાની ચુંટણીમાં ગુજરાતની જનતા તેનો જડબાતોડ જવાબ આપશે. હાઇકોર્ટના સીટીગ જજની તપાસથી ભાજપ સરકાર કેમ ભાગી રહી છે.કારણ કે ભાજપના નેતાઓ અને મગફળી કૌભાંડના લુંટારાઓ જેલ ભેગા થાય તેમ છે.હવે ગુજરાતના લોકો ભાજપનો ભય ભુખ અને ભ્રષ્ટાચારને ઓળખી ગયા છે.ગુજરાતની પ્રજા કયારેય માફ નહિં કરે

એ યાદ રહે કે ખેડૂૂતો પાસેથી ટેકાના ભાવ ખરીદ કરેલ મગફળીમાં ૪૦૦૦ કરોડના મગફળી કૌભાંડની ન્યાયીક તપાસની માંગ સાથે આજે રાજયના તમામ જીલ્લામાં કોંગ્રેસ પક્ષ દ્વારા ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા હતાં.અમિત ચાવડાએ નડિયાદ તો વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ભાવનગર ખાતે ધરણામાં ભાગ લીધો હતો.કોંગ્રેસ પક્ષ દ્વારા આવતીકાલ તા.૧૪મી ઓગષ્ટના રોજ બહપોરે ૨થી ૫ કલેકટર ઓફીસ ખાતે ધરણા યોજાશે.અને કૌભાંડમાં સંડોવાયેલાને સજાની માંગ કરશે

http://nutansaurashtra.com/?p=140699