ભ્રષ્ટાચારમાં અડીખમ, ગળાડૂબ ભાજપા શાસકો સંકલ્પ પત્રને બદલે હિસાબ આપે : 16-02-2021
ભ્રષ્ટાચારમાં અડીખમ, ગળાડૂબ ભાજપા શાસકો સંકલ્પ પત્રને બદલે હિસાબ આપે કે શહેરી નાગરિકોના કરોડો રૂપિયાના ટેક્ષના નાણાં ક્યાં ગયા ? ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીના આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, સંકલ્પ પત્રમાં વર્ષ ૨૦૧૦માં ચોવીસ કલાક પાણી આપવાના વાયદા આજે ૧૧ વર્ષ વીતી ગયા છતાં અમદાવાદ જેવા મેગાસીટીમાં ૫૦ ટકા વિસ્તારોમાં ૨ કલાક પણ પ્રેસરથી પાણી મળતુ નથી અને ૨૪ ટકા વિસ્તારમાં શુદ્ધ પીવાનું પાણી મળતુ નથી. છ વર્ષ અગાઉ મુકાયેલી પ્રોપર્ટી ટેક્ષમાં સેલ્ફ એસેસમેન્ટની સ્કીમ ફરીથી જાહેરાત કરી છે. એરપોર્ટ રોડ, ઝાંસીની રાણી વાળા રોડ ઉપર ફુટબ્રીજ મંજુર થયા છતા આજદિન સુધી અમલ થયો નથી. મલ્ટીલેવલ પાર્કીંગ માત્રને માત્ર પોતાના મળતીયાઓના ફાયદા માટે પણ સમગ્ર પ્રોજેક્ટ નિષ્ફળ ગયો છે છતાં ફરીથી જાહેરાત. પૂર્વ વિસ્તારમાં મહિલા માટેની હોસ્પીટલ તેનો આજદિન સુધી અમલ થયો નથી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો