ભાવનગર જિલ્લાના ભાજપના આગેવાનો કોંગ્રેસ પક્ષમાં જોડાયા. : 25-01-2018

આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે  પાલીતાણાના માજી નગરપતિ તથા નાગરિક શરાફી સહકારી મંડળીના પ્રમુખશ્રી  તથા ગુજરાત રાજ્યનગર પાલિકા પરિષદ ના મંત્રી શ્રી પ્રવિણભાઈ ગઢવી, પાલીતાણા તાલુકા પંચાયતના માજી પ્રમુખ અને પાલીતાણા એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ શ્રી મયુરસિંહ સરવૈયા, નાગરિક શરાફી મંડળીના ઉપપ્રમુખશ્રી તથા માળી સમાજના પૂર્વ પ્રમુખશ્રી રમેશભાઈ રાઠોડ, પાલીતાણા નગરપાલિકાના કારોબારી સમિતિના પૂર્વ ચેરમેન શ્રી હારૂનભાઈ સોલંકી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરાવીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ આવકાર આપ્યો હતો.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note