ભારત રત્ન ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૨૫મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે “સંવિધાન સે સ્વાભિમાન યાત્રા” : 08-04-2016

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લા ૮ મહાનગર અને ૨૪૯ તાલુકા ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૨૫મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે સ્થાનિક કક્ષાએ પણ “સંવિધાન સે સ્વાભિમાન યાત્રા” નીકળશે. જેમાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો, આગેવાનો અને વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી ડૉ. બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલી કરશે અને ત્યારબાદ પ્રતિમા સમક્ષ પ્રતિજ્ઞા વાંચન કરવામાં આવશે.

ભારત રત્ન ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૨૫મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તા. ૧૪મી એપ્રિલ, ૨૦૧૬ ને ગુરૂવાર, સવારે ૧૦-૦૦ કલાકે, પ્રગતિનગર, અમરાઈવાડી પોસ્ટ ઓફિસ પાસે, અમદાવાદ ખાતે “સંવિધાન સે સ્વાભિમાન યાત્રા” નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડૉ. બાબા સાહેબ આંબેડકર સામૂહિક એક્તા યાત્રા સમિતિ સક્રિય રીતે જોડાશે અને સહયોગ આપશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note