ભારતીય સ્વાતંત્ર્ય દિવસ નિમિતે જીપીસીસ ખાતે યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમ

રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ૭૭માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે પટાંગણમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલ રાષ્ટ્ર ધ્વજ લહેરાવી ધ્વજવંદન કર્યા હતા. સ્વતંત્રતા પર્વ નિમિતે રાજીવ ગાંધી ખાતે ધ્વજવંદન કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, શ્રી જગદીશ ઠાકોર, શ્રી સિધ્ધાર્થ પટેલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેષ પરમાર, સાંસદ ડૉ. અમીબેન યાજ્ઞિક, અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી નિરવ બક્ષી, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના નેતાશ્રી શહેઝાદખાન પઠાણ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ-આગેવાનો, સ્થાનિકોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. સેવાદળના સૈનિકોએ ધ્વજવંદનના કાર્યક્રમનું સંચાલન કર્યું હતું, એન.સી.સી.ના બાળકોએ દેશભક્તિની ધૂન ઉપર બેન્ડ વગાડીને સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં વિશેષ રીતે જોડાયા હતા.

https://www.youtube.com/watch?v=yFUSUR9goDQ